ખાંભાના દલડી ગામે દેશી દારૂના ધંધાની બાતમી આપવાની શંકા રાખીને એક યુવક પર લાકડી વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે શૈલૈષભાઇ મંગાભાઇ જોગદીયા (ઉ.વ.૩૧) એ સીંકદરભાઇ મહમદભાઇ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે આ અંગે કોઈને કોઈ પણ પ્રકારની બાતમી આપી ન હોવા છતાં, આરોપીએ મનમાં એવો રાગદ્રેશ રાખ્યો હતો કે તેમણે જ પોલીસને આ માહિતી આપી છે. આ શંકાને આધારે આરોપીએ તેમને આંતરીને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી. ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી લાકડી વડે ડાબા હાથ પર, વાસાના ભાગે તથા શરીરે આડેધડ ઘા ઝીંકી દઈ મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.