ખાંભાના ડેડાણ ગામે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી ચોરાઈ હતી. બનાવ અંગે મજીદભાઇ ઇસાકભાઇ ટાંક (ઉ.વ.૫૮)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ૦૪/૦૫/૨૦૨૫ થી ૦૫/૦૫/૨૦૨૫ દરમિયાન રાત્રીના સમયે તેમના તથા સાહેદોએ તેઓના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ ટ્રકમાંથી છ બેટરીઓ ચોરાઈ હતી. ઉપરાંત સાહેદ બાવચંદભાઇની ફોરવ્હીલની એક બેટરી પણ ચોરાઈ હતી. તમામ બેટરીઓની કુલ કિ.રૂ.૪૪,૦૦૦ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.