અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ફજી હોસ્પિટલમાં ક્લીનિકલ રિસર્ચ કૌભાંડ અંગે તત્કાલીન મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ મનીષ પટેલે દાવો કર્યો છે કે, “મેં કોઈ કૌભાંડ કર્યું નથી. ક્લીનિકલ રિસર્ચ દરમિયાન જે ત્રણ મોત થયા હતા તે એસવીપી હોસ્પિટલમાં થયા હતા. લગભગ ૪૦ થી ૪૫ ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા અને જે ૬ કરોડ રૂપિયા રકમ જમા થઈ હતી વીએસ હોસ્પિટલના ખાતામાં થઈ હતી. મેં કે મારા કોઈ પરિવારનાં ખાતામાં રકમ જમા નથી થઈ. બધા ટ્રાયલ કાયદેસર થયા છે. એથિક્સ કમિટીના નિયમ પ્રમાણે જ ક્લીનિકલ રિસર્ચ થયા છે.”
એસવી હોસ્પિટલનાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડા. મનીષ પટેલે એથિક્સ કમિટી અને ક્લીનિકલ ટ્રાયલ અંગે પૂછપરછ કરતા જણાવ્યું કે, ૫૦ કિલોમીટરનની રેડિયસમાં એમઓયુ કરી ક્લીનિકલ ટ્રાયલ કરાયા હતા અને એક પણ મોત એસવી હોસ્પિટલમાં થયું નથી તેમ સૂર રેલાવ્યો હતો. બધા મોત એસવીપી હોસ્પિટલમાં થયા છે. અમે એનએચએલ મેડિકલ કોલેજ તરફથી લેટર મળ્યો હતો અને ઉપરથી પરવાનગી લઈ તમામ ક્લીનિકલ ટ્રાયલ કર્યા હતા તેમજ ડો. દેવાંગ રાણાનો ઉપરી અધિકારી તરીકે હું નહતો. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. ટ્રાયલ જેટલા વર્ષ ચાલે તેમ પૈસા આવતા હોય છે, અને હોસ્પિટલનાં ખાતામાં પૈસા જમા થતા હોય છે.
અમદાવાદ શહેરમાં AMC સંચાલિત વીએસ હોસ્પિટલના ૯ ડોક્ટરોને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો હતો. ક્લીનિકલ રિસર્ચ માટે નેશનલ મેડિકલ કમિશન અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાના નિયમો મુજબ એથિકલ કમિટીની રચના ન કરાતા સસ્પેન્ડ કરાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કૌભાંડ મામલે વિજીલન્સ તપાસ સોંપાઈ હતી, જેમાં મુખ્ય સૂત્રધાર ડો. મનિષ પટેલ છે. ફાર્માકોલોજીસ્ટ ડો. દેવાંગ રાણાનાનાં નિર્દેશના આધારે સમગ્ર કૌભાંડને અંજામ અપાયો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે એક જ ટેસ્ટ માટે દર્દીઓ પાસેથી રૂપિયા ૩૨ લાખ પડાવવામાં આવ્યા હતા.
વી.એસ. હોસ્પિટલમા ડીજીસીઆઇના નિયમોનું ઉલ્લંઘન થતાં કડક પગલાં લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતાં એસોસિયેટ પ્રોફેસર દેવાંગ રાણા, યાત્રી પટેલ, રોહન શાહ, રાજવી પટેલ, દર્શિલ શાહ, શાલીન શાહ, રોહન શાહ, કંદર્પ શાહ, ધૈવત શુક્લને સસ્પેન્ડ કરાયા છે. સૂત્ર મુજબ ૯ તબીબો ગેરકાયદે દવાના ક્લીનિકલ ટ્રાયલ કરાયા હતા અને તેની તપાસ કરતાં રિપોર્ટ સામે આવતાં ઘટસ્ફોટ થયો હતો. ફાર્મા કંપનીઓના સંશોધનનાં નામે કરોડોની લેતીદેતીમાં સંડોવાયેલા દેવાંગ રાણા સહિત કોન્ટ્રાક્ટ પર રખાયેલા ૮ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને લેખિતમાં જવાબ માંગવામાં આવ્યા છે. સાથે તત્કાલિન મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષ પટેલની પૂછપરછ શરૂ કરાઈ છે.