સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમરેલી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક પ્રતાપભાઈ દુધાત અને જેનીબેન ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો ભરવા અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે હુંકાર કર્યો હતો ને ‘લડશું તો જીતશું’ તેવો રણટંકાર કર્યો હતો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત લડવાનો પણ હુંકાર પ્રતાપ દુધાતે કર્યા બાદ હાથમાં બેનર, પ્લે કાર્ડ સાથે ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરતા કરતા પ્રતાપ દુધાત, સહિતના કોંગી નેતાઓ રાજકમલ ચોકમાં પહોંચ્યા હતા અને નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નામદાર કોર્ટે દ્વારા ક્લીનચીટ મુદ્દે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરાઈ હતી. તેમજ જીંઇ મુદ્દે પણ અધિકારીઓની કામગીરીઓ સામ પ્રતાપ દુધાતે સવાલો ઉભા કર્યા હતા. કોંગ્રેસની આ વિસ્તૃત બેઠકમાં મોટી સંખ્યામાં અમરેલી સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા.