દેશની અગ્રણી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપની  કોઈનડીસીએક્સમાં એક મોટી ક્રિપ્ટોકરન્સી ચોરી થઈ છે, જેમાં હેકર્સે કંપનીના વોલેટમાંથી લગભગ ૪૪ મિલિયન (લગભગ રૂ. ૩૮૪ કરોડ)ની ઉચાપત કરી હોવાનો આરોપ છે. ૧૯ જુલાઈના રોજ કોઈનડીસીએક્સને તેની સિસ્ટમમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જાવા મળી ત્યારે ચોરી પ્રકાશમાં આવી.

કોઈનડીસીએક્સ ખાતે પબ્લિક પોલિસી અને ગવર્નમેન્ટ અફેર્સ (પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સ) ના ઉપપ્રમુખ હરદીપ સિંહ દ્વારા ૨૨ જુલાઈના રોજ નોંધાયેલી એફઆઈઆર મુજબ, હેકર્સે પહેલા સવારે ૨ઃ૩૭ વાગ્યે માત્ર ૧  યુએસડીટીનું નાનું ટેસ્ટ ટ્રાન્સફર કર્યું અને થોડા કલાકો પછી તેઓએ ૪૪ મિલિયન ટ્રાન્સફર કર્યા, ચોરાયેલી ક્રિપ્ટોકરન્સી અનેક વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવી, જેના કારણે તેને શોધવાનું મુશ્કેલ બન્યું.

તપાસ દરમિયાન, પોલીસને અંદરના લોકોની સંડોવણીના પુરાવા મળ્યા અને કોઈનડીસીએક્સના કર્મચારી રાહુલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી. સૂત્રોએ જણાવ્યું હતું કે અગ્રવાલ પરવાનગી વિના કંપનીના લેપટોપનો ઉપયોગ ફ્રીલાÂન્સંગ કરી રહ્યો હતો અને છેલ્લા એક વર્ષમાં તેણે લગભગ ૧૫ લાખ રૂપિયા કમાયા હોવાનો આરોપ છે. તપાસકર્તાઓનું માનવું છે કે તેણે આ ચોરીને અંજામ આપવા માટે બાહ્ય હેકર્સ સાથે જાડાણ કર્યું હશે.

સાયબર ક્રાઈમ ટીમો હવે મની ટ્રેલ ટ્રેક કરવા અને ચોરાયેલી ક્રિપ્ટોકરન્સી પુનઃપ્રાપ્ત કરવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સાથે કામ કરી રહી છે. રાહુલ અગ્રવાલે આ ચોરીમાં સંડોવણીનો ઇનકાર કર્યો છે. આરોપી રાહુલ અગ્રવાલે, જે છેલ્લા ૫ વર્ષથી આ કંપનીમાં કામ કરી રહ્યો છે, જાકે, સ્વીકાર્યું કે તે કંપનીના લેપટોપમાંથી અન્ય કામ પણ કરી રહ્યો હતો. થોડા દિવસો પહેલા, તેમને વોટ્‌સએપ પર એક જર્મન નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમને કંઈક કામ આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તેમને કેટલીક ફાઇલો ડાઉનલોડ કરવાની છે. પોલીસને શંકા છે કે આવી જ એક લિંક દ્વારા હેકર્સે રાહુલના લેપટોપમાંથી કંપનીનો ગુપ્ત ડેટા એક્સેસ કર્યો હતો અને પછી કંપનીના ડિજિટલ વોલેટમાં ઘૂસીને ૩૮૪ કરોડ રૂપિયા ચોરી લીધા હતા.

પેટર્નની તપાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયાના હેકર્સની એક ટીમ આ પાછળ હોઈ શકે છે, તાજેતરના ભૂતકાળમાં, આ ટીમે સમગ્ર વિશ્વમાં આવી ચોરીઓ કરી છે. જાકે,કોઈનડીસીએક્સ  કંપનીએ કહ્યું હતું કે આ ઘટનાથી રોકાણકારોને કોઈ નુકસાન થશે નહીં, કંપની સુરક્ષા નિયમોને વધુ મજબૂત બનાવી રહી છે અને તપાસમાં સહકાર આપી રહી છે. ડીસીપી વ્હાઇટફિલ્ડ ઝોન, પરશુરામે જણાવ્યું હતું કે અમને બેલંદુર સ્થિત ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગ કંપની, કોઈનડીસીએક્સ  તરફથી ફરિયાદ મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કંપનીમાં કામ કરતા કર્મચારીના ઓળખપત્રનો

ઉપયોગ કરીને ૪૪ મિલિયન ડોલર, ભારતીય ચલણમાં આશરે ૩૭૮ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ચોરીમાં આ કર્મચારીની સંડોવણીની શંકાને કારણે, અમે ૨૬ જુલાઈના રોજ તેની ધરપકડ કરી હતી. કેસની વધુ તપાસ ચાલી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કંપનીના લેપટોપથી અન્ય કંપનીઓનું કામ પણ કરતો હતો, પૈસાના ટ્રેલ અંગે વધુ તપાસ ચાલી રહી છે.