ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ આજે આપઘાત કરી લેતા ક્રિકેટ જગત અને રાજકોટના વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. જી હા…પૂજારાના સાળાએ અમીન માર્ગ રોડ પર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મળતી માહિતી મુજબ, ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારી રાજકોટ શહેરના અમીન માર્ગ રોડ પર આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ આકસ્મિકક અને દુઃખદ ઘટનાના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.જીત પાબારીનું નામ થોડા સમય પહેલા જ એક મોટા વિવાદમાં આવ્યું હતું. ગત વર્ષે ૨૬ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ, એક યુવતીએ જીત પાબારી વિરુદ્ધ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ મામલે માલવીયાનગર પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. યુવતીના આરોપો બાદ જીત પાબારીનું આ પગલું અનેક સવાલો ઊભા કરે છે. પોલીસે હાલમાં આપઘાતના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી દીધી છે. ઘટના સ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી છે કે કેમ, અને આ આપઘાત પાછળ દુષ્કર્મના કેસનું દબાણ જવાબદાર છે કે અન્ય કોઈ અંગત કારણ, તે દિશામાં પોલીસે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જીત પાબારીના આપઘાતના અહેવાલથી ચેતેશ્વર પૂજારાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પૂજારાના પત્ની પૂજા પાબારી પણ આ સમાચારથી ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. સમગ્ર મામલે વધુ વિગતો જાણવા માટે પોલીસની તપાસ ચાલુ છે.ભારતીય ક્રિકેટર અને રાજકોટના વતની ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જીત પાબારીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ એક ૨૯ વર્ષીય યુવતી દ્વારા નોંધાવવામાં આવી હતી. આ યુવતીએ કહ્યું કે ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સાથે મારી સગાઈ થઈ હતી. મીડિયા સાથે વાત કરતા ફરિયાદી યુવતીએ કહ્યું કે લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી. પીડિતાએ પોલીસ કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. યુવતીએ કહ્યું કે પોલીસે ફરિયાદ લેવાને બદલે મને ધક્કા ખવડાવ્યા હતા.









































