ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૮મી સીઝનની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. સીઝનની પહેલી જ મેચમાં, ચાહકોને આ ટી ૨૦ લીગના સૌથી મોટા ખેલાડી વિરાટ કોહલીની બેટિંગનો જાદુ જોવા મળ્યો, જેમાં તેણે ૫૯ રનની અણનમ ઇનિંગ્સથી એક એવો રેકોર્ડ બનાવ્યો જે આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ અન્ય ખેલાડી બનાવી શક્યો નથી. આ મેચમાં, આરસીબી ટીમને ૧૭૫ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેમણે ૧૬.૨ ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો.
વિરાટ કોહલી હવે આઇપીએલના ઇતિહાસમાં ચાર અલગ અલગ ટીમો સામે ૧૦૦૦ કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. કેકેઆર સામેની મેચમાં કોહલીએ ૫૯ રનની અણનમ ઇનિંગ દરમિયાન ૩૬ બોલનો સામનો કર્યો હતો જેમાં તેણે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.કેકેઆર સામે આઇપીએલમાં પોતાના ૧૦૦૦ રન પૂરા કરતા પહેલા, વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ સામે પણ ૧૦૦૦ થી વધુ રન બનાવ્યા હતા. કોહલીએ દિલ્હી કેપિટલ્સ સામે ૧૦૫૭ રન બનાવ્યા છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૧૦૫૩ રન અને પંજાબ કિંગ્સ સામે ૧૦૩૦ રન બનાવ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આઇપીએલની ૧૮મી સીઝનમાં એક નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતરી છે, જેમાં ફિલ સોલ્ટને વિરાટ કોહલી સાથે ઇનિંગ ઓપનિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. બંનેએ મળીને પહેલી જ મેચમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી,