ભાવનગરના બગદાણા વિવાદ શાંત પડ્યા બાદ ગઈકાલે ભાવનગર ખાતે કોળી સમાજનું ન્યાય મહાસંમેલન યોજાયું હતું. સભામાં ઋષિભારતી બાપુએ હુંકાર સાથે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, ‘નવનીત બાલધિયાને ન્યાય મળ્યો છે. પરંતું કોળી સમાજને ૨૫ દિવસ દોડાવનારને પણ દોડાવવો જાઈએ. આ ફક્ત કોળી સમાજની સભા છે, કોઈ પાર્ટીની નથી.’ આ સાથે જ આ સંમેલનમાં ભાજપ સરકારના મંત્રી જીતુ વાઘાણી પર આક્ષેપો કરાયા હતા.
નવનીત બાલધિયાને મારમારવાનાં કેસમાં ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં ન્યાય સભા કોળી સમાજનું ન્યાય સંમેલન આયોજિત કરાયું હતું. જેમાં ૨૫ હજાર થી વધુ કોળી સમાજ કુંભારવાડા વોર્ડમાં આવેલ હાદાનગર વિસ્તારના અક્ષરપાર્કમાં એકત્રિત થયો હતો. કોળી સમાજ આગેવાનોની સાથે ઋષિ ભારતી બાપુએ ન્યાય સભામાં ઉપસ્થિતિ રહ્યા હતા. બગદાણા વિવાદ શાંત પડ્યા બાદ ભાવનગરમાં કોળી સમાજનું આ ભવ્ય શકિત પ્રદર્શન બની રહ્યું. ન્યાય સભા કાર્યક્રમમાં પીડિત નવનીત બાલધિયા ઉપસ્થિતિ રહ્યા હતા. તો આ પ્રસંગે ઋષિભારતી બાપુએ નિવેદન આપતા કહ્યું કે, હવે આખા કોળી સમાજને ૨૫ દિવસ દોડાવનારને દોડાવો. આ ફક્ત સમાજની સભા છે ન કે કોઈ પાર્ટીની.
સમગ્ર સંમેલનમાં ભાજપના મંત્રી જીતુ વાઘાણી પર માછલા ઘોવામાં આવ્યા હતા. ન્યાય સમિતિના સભ્યોએ મંત્રી જીતુ વાઘાણી સામે રોષ વ્યક્ત કર્યો હતો. કોળી સમાજને રોડે ચડાવનાર પોલીસ છે. પી.આઈ. ડી.વી.ડાંગરના પટ્ટા નહીં ઉતરે ત્યાં સુધી આ લડત ચાલું રહેશે. તેને ડીસમીસ કરો. જીતુભાઈ વાઘાણી અને માયાભાઈ આહીર સારા મિત્રો છે. અમે જીતુભાઈને ૨૦૨૭ માં અમારો પાવર બતાવી દઈશું. પીઆઈ ડાંગરને લીધે જ કોળી સમાજને રોડે ચઢવું પડ્યું. જે સ્થળે સભા છે, તે જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે. તેઓ માયાભાઈ આહીરના પણ મિત્ર છે. તેમને હવે ધોળા દિવસે તારા બતાવવાના છે.
આ સંમેલનમાં ભાજપના નેતા અંબરીશ ડેરને પણ અડફેટે લેવાયા હતા. રાજુલા જીતુભાઈ ધાપડાએ કહ્યું કે, અંબરીશ ડેર અને માયાભાઈ આહીરે રાજુલામાં મારી કરોડો રૂપિયાની જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી લીધી છે અને ભરતભાઈના નામે કરી છે. જમીન પડાવી લેવા માટે અંબરીશ ડેર ૨૦૧૭ માં ધારાસભ્ય બન્યા અને ૨૦૧૯ માં માયાભાઈના છોકરા ભરતભાઈના નામે દસ્તાવેજ કર્યો. નવનીતભાઈનું તો એટલું જ દુઃખ લાગ્યું હતું કે, એના બાપા પાસે માફી મગાવી હતી. હું કહું છું માયાભાઈ ચોર છે…માયાભાઈ ચોર છે…
કોળી સમાજ યુવા આગેવન કિશન મેરે કહ્યું કે, આ ન્યાય સભાની સાથે – સાથે કોળી સમાજનું શકિત પ્રદર્શન છે. આગામી દિવસોમાં બોટાદ, સુરત, સુરેન્દ્રનગર સહિત જિલ્લાઓમાં ન્યાય સભાની સાથે શકિત પ્રદશન કરવામાં આવશે. જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હશે ત્યાં શકિત પ્રદર્શન કરવામાં આવશે. ભાવનગરમાં સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા ન્યાયસભામાં કોળી સમાજ ઊમટ્યો, સમાજનો નહિ તે કોઈનો નહિ.
ભાવનગરમા કોળી ન્યાય સંમેલનમાં નવનીત બાલધિયાએ સરકારનો આભાર માન્યો. કોળી સમાજ સંમેલનમાં ઉપસ્થિત નવનીત બાલધિયાએ મંચ પરથી સરકાર, કોળી સમાજ અને સહકાર આપનાર તમામનો આભાર માન્યો હતો. નવનીત બાલધિયાએ જણાવ્યું કે, જે કઈ અધિકારીએ બેદરકારી દાખવી છે એના વિરુદ્ધ પણ પગલાં લેવાવા જાઈએ. માત્ર જયરાજ આહીર જ નહિ અન્ય પણ આમાં સામેલ હોય એની પણ તપાસ થવી જાઈએ. અમારા સમાજ સિવાય અન્ય સમાજના લોકોએ પણ પોતાની વ્યથા રજૂ કરી છે. સરકારને વિનંતી છે, તેઓને પણ ન્યાય મળવો જાઈએ.. અમૅ હજુ બગદાણા ખાતે સભા કરવાનાં છીએ, એમાં તમામ મોટા આગેવાનો હાજર રહેશે. જ્યાં આભારવિધિ અને ન્યાયમાં કચાશ રહી હશે તો એ અંગે પણ ચર્ચા થશે.





































