પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મેડિકલ સ્ટુડન્ટ પર થયેલા ગેંગરેપ પર મમતા બેનર્જી સરકાર ટીકા હેઠળ છે. સીપીઆઇએમ બંગાળના મહાસચિવ મોહમ્મદ સલીમે બંગાળ સરકારની ટીકા કરતા પૂછ્યું, “શું પશ્ચિમ બંગાળમાં તાલિબાનનું શાસન છે?” જ્યાં મહિલાઓ રાત્રે મુક્તપણે ફરી પણ શકતી નથી…તેઓ કામ માટે પણ બહાર જઈ શકતી નથી.’
સીપીઆઇએમ નેતાએ કહ્યું, “પશ્ચિમ બંગાળ પોલીસે તપાસ સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે, અને ગુનેગારોને બચાવી લેવામાં આવી રહ્યા છે. સરકારની માનસિકતા અને વિચારો રાજા રામ મોહન રોય અને વિદ્યા સાગરની વિચારધારાથી સંપૂર્ણપણે વિપરીત છે. પુરુષો અને †ીઓ સમાન છે. શું મમતા સરકાર આ સ્વીકારે છે કે નહીં? પશ્ચિમ બંગાળમાં હાલમાં તમામ ઉંમરની મહિલાઓ અસુરક્ષિત અનુભવી રહી છે. બંગાળમાં પોલીસ અને કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.” દુર્ગાપુરમાં મેડિકલ વિદ્યાર્થીની પર થયેલા કથિત ગેંગરેપ પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચોંકાવનારા નિવેદન આપ્યા બાદ સીપીઆઇએમ નેતાનું આ નિવેદન આવ્યું છે. રવિવારે તેમણે કહ્યું હતું કે કોલેજાએ છોકરીઓને અંધારા પછી બહાર જવાથી રોકવી જાઈએ. છોકરીઓએ પણ રાત્રે બહાર જવાનું ટાળવું જાઈએ.
મમતા બેનર્જીએ એમબીબીએસ વિદ્યાર્થીની પર થયેલા કથિત ગેંગરેપ પર કહ્યું, “બંગાળમાં શૂન્ય સહિષ્ણુતા છે; અમે આ બિલકુલ સહન કરતા નથી. હું બહારથી અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પણ વિનંતી કરું છું કે તેઓ રાત્રે બહાર ન જાય. ખાનગી કોલેજાની પણ જવાબદારી છે કે તેઓ તેમના વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે. આ ઘટના નિંદનીય છે, પરંતુ જે લોકો હોસ્ટેલમાં રહે છે તેમની પાસે એક વ્યવસ્થા છે. મેં પોલીસને કડક કાર્યવાહી કરવા કહ્યું છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.” મમતા બેનર્જીએ કહ્યું, “તે (પીડિતા) એક ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ માટે કોણ જવાબદાર છે? તે રાત્રે ૧૨:૩૦ વાગ્યે કેવી રીતે બહાર નીકળી ગઈ? છોકરીઓને રાત્રે (કોલેજમાંથી) બહાર જવાની મંજૂરી ન આપવી જાઈએ. તેમણે પોતાની સુરક્ષા પણ કરવી પડશે. ત્યાં જંગલ છે. પોલીસ દરેકની શોધ કરી રહી છે.”
ઓડિશા રાજ્ય મહિલા આયોગના સભ્યો આજે પીડિતાના પરિવાર સાથે પણ મુલાકાત કરશે. ઓડિશા રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા સોવના મોહંતીએ કહ્યું, “હું પીડિતાની તબિયત જાણવા અને તેના માતાપિતાને મળવા જઈ રહી છું. હું ઓડિશામાં તેની સારવાર, તેના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક તપાસ યોગ્ય રીતે કરવામાં આવી હતી કે નહીં તે વિશે પૂછપરછ કરીશ. હું સરકારને રિપોર્ટ સુપરત કરીશ. અમે ધરપકડ કરાયેલા લોકો સાથે પણ પૂછપરછ કરીશું, કેસની સુનાવણી ઝડપી બનાવવા માટે શું કરવામાં આવી રહ્યું છે અને એક આરોપીની ધરપકડ કેમ કરવામાં આવી નથી. અમે માંગ કરીએ છીએ કે પીડિતાને ન્યાય મળે.”