ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝન ૨૮ માર્ચથી શરૂ થવાની છે, અને આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં કેટલાક મોટા ફેરફારો જાવા મળશે. છેલ્લી આઇપીએલ સીઝન કેકેઆર માટે દુઃસ્વપ્ન સાબિત થઈ, કારણ કે તેઓ અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ લીગ તબક્કામાં ૮મા સ્થાને રહ્યા હતા. કેકેઆરએ ૧૪ લીગ મેચોમાંથી ફક્ત પાંચ જ જીતી હતી અને સાતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, કોલકાતા નાઈટ રાઈડર્સે કોચિંગ સ્ટાફ અને ટીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા, જેમાં અભિષેક નાયર આ સિઝનમાં મુખ્ય કોચ બન્યા. વધુમાં, લાંબા સમયથી કેકેઆર સભ્ય રહેલા આન્દ્રે રસેલે ગયા સિઝન પછી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી કેકેઆર તેમની ખાલી જગ્યા કેવી રીતે ભરશે તે પ્રશ્ન ઉભો થયો. મુખ્ય કોચ અભિષેક નાયરએ હવે આ બાબતે એક નિવેદન બહાર પાડ્યું છે.
આન્દ્રે રસેલને આઇપીએલ ઇતિહાસના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક માનવામાં આવે છે, જે પોતાની બેટિંગ અને બોલિંગ બંનેથી મેચનો પાયો ફેરવી શકે છે. પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે આન્દ્રે રસેલના ગયા પછી કેકેઆર આ ખાલી જગ્યા કેવી રીતે ભરશે, ત્યારે મુખ્ય કોચ અભિષેક નાયરએ જવાબ આપ્યો, “રસેલ કેકેઆર ફ્રેન્ચાઇઝ માટે ઘણું કર્યું છે. ટી ૨૦ ક્રિકેટમાં તેણે જે હાંસલ કર્યું છે તે કોઈ માટે પણ સરળ રહેશે નહીં. હવે જ્યારે તે ગયો છે, ત્યારે અમારી ટીમમાં કેટલાક ખેલાડીઓ છે જે તેની ખાલી જગ્યા ભરી શકે છે, જેમાં રિંકુ સિંહ અને રમણદીપ સૌથી આગળ છે. મને આશા છે કે તે બંને આ તકનો મહત્તમ ઉપયોગ કરી શકશે.”
આન્દ્રે રસેલની નિવૃત્તિ પછી,કેકેઆરએ આઇપીએલ ૨૦૨૬ સીઝન માટે મિની પ્લેયર ઓક્શનમાં કેમેરોન ગ્રીનને હસ્તગત કર્યો, તેના માટે ૨૫.૨૦ કરોડ ખર્ચ્યા. ગ્રીનને વર્તમાન યુગના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક માનવામાં આવે છે, પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી બોલિંગ કરતો જાવા મળ્યો નથી. આવી સ્થિતિમાં, બધાની નજર તેના પર રહેશે કે તે આઇપીએલ ૨૦૨૬ સીઝનમાં દ્ભદ્ભઇ માટે આ ભૂમિકા ભજવી શકશે કે નહીં.