કોલંબિયામાં લશ્કરી વિમાન ક્રેશ થતાં ૮૦ સૈનિકોના મોતની આશંકા છે. વિમાનમાં કુલ ૧૦૦ લોકો મુસાફરી કરી શકે તેવી ક્ષમતા હતી. સુત્રો અનુસાર, ૮૦ સૈનિકો સવાર હતા. આ અકસ્માતમાં બધાના મોતની આશંકા છે. સૈન્યએ સોમવારે જણાવ્યું હતું કે દેશના દક્ષિણ ભાગમાં એક પરિવહન વિમાન ક્રેશમાં લગભગ ૮૦ સૈનિકોના મોતની આશંકા છે.
એક લશ્કરી સૂત્રએ જણાવ્યું હતું કે બે પ્લાટૂન (૮૦ લોકો) વહન કરતું હર્ક્‌યુલસ વિમાન, ઇક્વાડોરની દક્ષિણ સરહદ નજીક પ્યુર્ટો લેગુઇઝામોથી ઉડાન ભરતી વખતે ક્રેશ થયું હતું. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ૨૦ સૈનિકોને બચાવી લેવામાં આવ્યા છે. જાકે, આ બાબતે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
કોલંબિયાના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ટેકઓફ કરતી વખતે એક મોટું પરિવહન વિમાન ક્રેશ થયું હતું, જેમાં ઘણા લોકોના મોતની આશંકા છે. પ્રધાન પેડ્રો સાંચેઝે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ઇક્વાડોરની દક્ષિણ સરહદ નજીક પ્યુર્ટો લેગુઇઝામોથી ઉડાન ભરતી વખતે વાયુસેનાનું હર્ક્‌યુલસ વિમાન ક્રેશ થયું હતું.
રાજ્ય પ્રસારણકર્તા આરસીએમે ખુલ્લા જંગલના મેદાનની છબીઓ બતાવી હતી, જેમાં વિમાન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત અને ફ્યુઝલેજમાં આગ લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. વિમાન સામાન્ય રીતે લગભગ ૧૦૦ સૈનિકોને લઈ જઈ શકે છે. “લશ્કરી એકમો પહેલાથી જ ઘટનાસ્થળે છે. જા કે, મૃત્યુઆંક અને ક્રેશનું કારણ હજુ સુધી પુષ્ટિ થયેલ નથી,” સાંચેઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. “આ દેશ માટે ખૂબ જ પીડાદાયક ઘટના છે. આપણી પ્રાર્થનાઓ થોડી સાંત્વના આપે,” સાંચેઝે કહ્યું.