સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા કોદિયામાં ગીર ગઢડા તાલુકાનો ખેલ મહાકુંભનું આયોજન થયું હતું. ગીર ગઢડા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભમાં કોદિયા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામાં સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેમાં ૪૦૦ મીટર દોડમાં મકવાણા મનાલીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.