પ્રજાને વધુ સુવિધા અને સરળ પરિવહન સુલભ બને તે હેતુથી કોડીનાર એસટી ડેપો ખાતે નવી કોડીનાર–તાલાળા–રાજકોટ “ગુર્જર નગરી” બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, ભગુભાઈ પરમાર, દિલીપભાઈ મોરી, જીતુભાઈ બારડ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ તકે કોડીનાર ડેપોના ડેપો મેનેજર હસમુખભાઈ ગોંડલીયા, એ.ટી.આઈ. કરસનભાઈ મોરી, અજીતભાઈ બારડ સહિત ડેપોના સ્ટાફ અને તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.