તાલુકા ભાજપ સંગઠનને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ધારાસભ્ય પ્રધુમન વાજા અને નગરપાલિકા ઉપપ્રમુખ શિવા સોલંકીના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા પ્રમુખ જીતુભાઈ બારડની દેખરેખમાં આ માળખું ઘડાયું છે.
યુવા મોરચા પ્રમુખ તરીકે જશવંતસિંહ બારડ, કિસાન મોરચા પ્રમુખ જસવંતસિંહ ઝાલા, બક્ષીપંચ મોરચા પ્રમુખ રામસિંહ સોલંકી, એસ.સી. મોરચા પ્રમુખ વિજયભાઈ જાદવ અને મહિલા મોરચા પ્રમુખ હંસાબેન વાઢેળની વરણી કરવામાં આવી છે.આ નવી નિમણૂકમાં તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવનિયુક્ત હોદ્દેદારોએ પક્ષની વિચારધારા અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી.









































