કોડીનારમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારિક સ્થળો અને ઘર-ઘરમાં તુલસી પૂજન કરી સનાતન ધર્મનો જયજયકાર કરવામાં આવ્યો હતો. સરસ્વતી વિદ્યામંદિર શૈક્ષણિક સંકુલ ખાતે વિજ્ઞાન મેળાનો પ્રારંભ તુલસી પૂજન કરીને કરવામાં આવ્યો હતો. સંઘના ‘ઘર ઘર સંપર્ક અભિયાન’ અંતર્ગત ‘પંચ પરિવર્તન’ના વિષયની ચર્ચા કરવામાં આવી હતી. જીન પ્લોટ વિસ્તારમાં ગોપી મંડળ દ્વારા સાંજે તુલસી પૂજન કાર્યક્રમ યોજીને સનાતન ધર્મનો જયજયકાર કરવામાં આવ્યો હતો. કોડીનાર નગરના સનાતની હિન્દુ સમાજના અગ્રણીઓ, યુવાનો અને બહેનો દ્વારા અલગ અલગ સોસાયટી, શેરીઓ અને ઉદ્યોગના સ્થાનો પર તુલસી પૂજન કરવામાં આવે તેવું આહ્‌વાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોડીનાર નગર દ્વારા કરવામાં આવ્યું હતું.