અંબુજા ફાઉન્ડેશન અને સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે કોડીનારમાં આવેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થિનીઓ માટે એક નિઃશુલ્ક આંખ તપાસ શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન નિષ્ણાત ડાક્ટરો દ્વારા શાળાની કુલ ૭૮૩ વિદ્યાર્થિનીઓની આંખોની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ૭૨ વિદ્યાર્થિનીઓને આંખના નંબર (Refractive Errros) પોઝિટિવ આવ્યા હતા. જે વિદ્યાર્થિનીઓને આંખના નંબર આવ્યા હતા, તેમને સ્થળ પર જ નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શાળાના આચાર્યા અને શિક્ષક મંડળના સહયોગથી સુંદર રીતે સંપન્ન થયો હતો.