કોડીનારના જુના બસ સ્ટેશન, પોલીસ લાઈન સામે આવેલા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે દર મહિનાની પૂનમે સમાજના વિવિધ લોકો દ્વારા ધજા ચડાવવાનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં આ વખતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી સમાજના માઁ મહાકાળી માતાજીના મંદિરના પૂજારી તથા તેમના ગોઠિયો દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને આધ્યાત્મકતાને સૂચિતાર્થ કરે એ રીતે પ્રભુ શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજના મંદિરે ધજા ચડાવવાનો અવસર ઉજવવામાં આવ્યો હતો.







































