કોડીનાર તાલુકાના દુદાણા ગામ નજીક નદી પરના ચેકડેમમાં ડૂબી ગયેલા એક પરપ્રાંતીય મજૂર યુવકની અંતિમવિધિ કોડીનારની બે સેવાભાવી સંસ્થાઓ દ્વારા માનવતાના ધોરણે કરવામાં આવી હતી. બનાવની વિગત મુજબ, કોડીનારના બાયપાસ રોડ પરના દુદાણા પુલ પાસે ચેકડેમમાં નાહવા પડેલો મહારાષ્ટ્રનો મજૂર યુવક પગે ખોટ ધરાવતો હોવાથી ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો અને બહાર નીકળી શક્યો નહોતો. નજરે જોનાર છોકરાએ ‘બાબુ ડૂબ ગયા હૈ’ કહીને જાણકારી આપતા તાબડતોબ બચાવ કામગીરી શરૂ થઈ હતી