કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કડવાસણ મૂળદ્વારકા રોડ પાસેની પડતર જગ્યામાં, જ્યાં મૃત પશુઓના અવશેષો પડેલા હતા, ત્યાં બે ઈસમોએ ગૌવંશનું ગેરકાયદેસર કટીંગ થતું હોવાનો ખોટો વીડિયો બનાવ્યો હતો. બકરી ઈદના તહેવાર દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરવાના ઈરાદે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતા જ, એલસીબીની ટીમે કોડીનાર પોલીસની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જણાયું કે, રોડ કાંઠે ઝાડી-ઝાંખરીવાળી જગ્યામાં પશુના અવશેષો અને હાડકાં પડેલા હતા, જે પ્રાથમિક દ્રષ્ટિએ મૃત પશુઓના હોવાનું જણાયું હતું. આ ખોટી રીતે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનાર આરોપી હરેશભાઈ ખીમજીભાઈ જાદવ (રહે. લીલવણ તા.મહુવા જી.ભાવનગર હાલ-દ્રોણ તા.ગીરગઢડા) અને જયેશ ગોસ્વામી (રહે.મોરડીયા તા.સુત્રાપાડા) ને પકડી પાડી બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.