રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫નુ’ આયોજન કરાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ‘ઓપરેશન સિંદૂર’ સહિતની થીમ પર વિવિધ ગણેશ પંડાલ તૈયાર કરવામાં આવ્યાં છે. ગણેશ મહોત્સવ અંતર્ગત સમીક્ષા ટીમે કોડીનારના વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લઈ સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી, પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.