કોડીનાર ખાતે બકરી ઈદના મુસ્લિમ તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ – મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી. પી આઈ પટેલની આગેવાનીમાં કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ, રાજકીય તથા સામાજીક આગેવાનોએ હાજરી આપી હતી.