ગીર સોમનાથ જિલ્લા એસઓજીના હેડ કોસ્ટેબલ ગોપાલસિંહ દિપસિંહ, મેહુસિંહ પ્રતાસિહે કોડીનાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે રિવા હોટલ સામે જીન પ્લાટ પાસે અલીભાઈ સફીભાઈ જુણેજા શંકાસ્પદ પદાર્થ ૨ ગ્રામ ૩૧ મિલિગ્રામ સાથે મળી આવ્યો હતો. આ શંકાસ્પદ પદાર્થ વેરાવળનો આદિલ વાંદરી પાસેથી લાવ્યો હતો. જે અંગે કોડીનાર પોલીસને મળી આવેલ મુદ્દામાલ બાબતે એફએસએલ ગાંધીનગર પરીક્ષણ અહેવાલમાં સદર શંકાસ્પદ પદાર્થમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જણાતા ગુનો નોંધી આરોપી અલીભાઈની ધરપકડ કરી હતી જ્યારે આદિલને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.