અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા આયોજિત ‘ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૨૫’માં શ્રી ભ.ભા. વિદ્યાલયની વિદ્યાર્થિની સોલંકી ભક્તિએ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. વેરાવળ ખાતે યોજાયેલી જિલ્લા લેવલની આ સ્પર્ધામાં ભક્તિએ જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ સાથેની સખત હરીફાઈમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સફળતા બદલ, સોલંકી ભક્તિ હવે રાજ્ય લેવલની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.






































