કોડીનારની વિરાટનગર પે સેન્ટર શાળાનો વાર્ષિકોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, પાલિકાના સદસ્યો નારણભાઈ બારડ, પ્રકાશભાઈ ડોડિયા, મનુભાઈ રાઠોડ, તાલુકા શિક્ષણાધિકારી દિલીપભાઈ વાળા, શૈક્ષિક મહાસંઘ ગિર સોમનાથના પ્રમુખ વિનુભાઇ કોડીનાર, ઉત્કર્ષ મંડળના ડી ડી મકવાણા, અશ્વિનભાઈ વાઝા, અમુભાઈ સોસા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રણજીત ગોહિલ, ભગતભાઈ બારડ, મનુભાઈ વાળા, જિતેન્દ્ર દાહિમા, એસએમસીના તમામ સભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.










































