કોડીનારમાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા શહેરના વોર્ડ નંબર ૭માં આવેલી આંગણવાડીમાં સંચાલિકા બહેનોને પોષણ સંગમ વિશે માહિતી તેમજ સાથે સાથે બાળકોનું નિયમિત વજન અને ઊંચાઈ માપણી, રસીકરણ તથા આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. અભિયાનમાં ગંભીર કુપોષિત બાળકોને જરૂરી તબીબી સારવાર અને માતાઓને સંતુલિત આહાર, સ્તનપાનનું મહત્વ, સ્વચ્છતા અને બાળકની યોગ્ય દેખભાળ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. પોષણ સંગમ અભિયાનથી બાળકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થતો જોવા મળી રહ્યો છે. સમાજમાં સ્વસ્થ તથા સશક્ત પેઢીનું નિર્માણ થવામાં મદદ તેમજ સાયબર સિક્યુરિટી અને જાગૃતિ વિશે સમજ અપાઈ હતી. લીગલ સેક્રેટરી અશ્વિન ચૌહાણ અને અંકિતા ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીએલવી પ્રકાશ જે. મકવાણા તેમજ સીડીપીઓ પુષ્પાબેન પરમાર, ગૌસ્વામી શ્વેતાબેન, ગંગદેવ રીનાબેન, ચંદ્રનાની દિશાબેન, વાઢેર બિંદુબેન, વાળા સવિતાબેન અને સ્ટફ હાજર રહ્યા હતા.