ભારતીય સંસ્કૃતિએ વીરતાની ઉપાસક અને શક્તિની પૂજક છે. હિન્દુ ધર્મના દરેક તહેવારો સમાજને કંઈક દિશા નિર્દેશ કરનારા બની રહેતા હોય છે. કોડીનાર તાલુકાના દેવળી(દેદાજીની) ગામે સમસ્ત ગામ તેમજ હિન્દુ યુવા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાતો રહેલો છે. જે દરમિયાન માં કાત્યાયનીના છઠ્ઠા નોરતાના દિવસે માતૃશક્તિ દ્વારા શસ્ત્ર પૂજનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો માતાઓ-બહેનો દ્વારા ભારતીય સંસ્કૃતિના પરંપરાગત પરિવેશમાં માં જગદંબા ની સમક્ષ શસ્ત્રપૂજન કરી નવરાત્રી એટલે શક્તિની ઉપાસના એ વાતને ખરા અર્થમાં સાર્થક કરી હતી.