ભુજમાં ૨૦થી ૨૨ જુલાઈ દરમિયાન યોજાયેલા ઝોન ૮ ના કૃષિ વિકાસ કેન્દ્રના વાર્ષિક ઝોનલ વર્કશોપમાં કોડીનાર કેન્દ્રને શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન એવોર્ડ મળ્યો હતો. આ વર્કશોપમાં વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોએ તમામ ૮૨ કેવિકેના પ્રગતિ અહેવાલ અને નોંધપાત્ર સિદ્ધિઓનું મૂલ્યાંકન કર્યું હતું. સમાપન સત્રમાં, હાજર ડીડીજી, એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન, ડો.રાજવીર સિંહ પણ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયા અને કેવિકેના કાર્યની પ્રશંસા કરી હતી. આ એવોર્ડ મહાનુભાવોની હાજરીમાં કેવિકેના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ જિતેન્દ્ર સિંહને એનાયત કરાયો હતો.