કોડીનાર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાજ ગામ ખાતેના વોકેશનલ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમાર્થીઓને આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વિશ્વભરમાં યુદ્ધોમાં જીવતા બાળકો અકથ્ય ભયાનકતાનો સામનો કરી રહ્યા છે. તેઓ પોતાના ઘરમાં સૂવા કે બહાર રમવા, શાળામાં શીખવા કે હોસ્પિટલોમાં તબીબી સંભાળ મેળવવામાં સુરક્ષિત નથી. હત્યા અને અપંગતા, અપહરણ અને જાતીય હિંસાથી લઈને શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પર હુમલા અને તેમને જરૂરી માનવતાવાદી સહાયનો ઇનકાર વગેરે પરિસ્થિતિમાં આવા બાળકોને આજના સમયમાં સહાનુભૂતિની જરૂર છે. તાલીમાર્થીઓને તેમના માનસિક વિકાસ અને જરૂરિયાત વિશે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત તાલીમાર્થીઓને કાનૂની જાગૃતિ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના કાર્યોની ઝાંખી કરવામાં આવી હતી.