કોડીનાર પંથકના રાજકીય અગ્રણી શીવાભાઈ સોલંકીએ પોતાના સ્વર્ગસ્થ પુત્રના જન્મદિવસને માત્ર એક સ્મૃતિ દિવસ નહીં, પરંતુ જ્ઞાન અને શિક્ષણના પ્રચારના દિવસ તરીકે ઉજવવાની એક અનોખી અને પ્રેરક પહેલ કરી છે. તેમણે સ્વ. પુત્ર મિત શિવાભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી ૧૦૦ જરૂરિયાતમંદ બહેનોને કિંમતી પુસ્તકોની ભેટ આપીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે સામાજિક સેવાની ભાવનાથી સ્વ. મિત શિવાભાઈ સોલંકી સાર્વજનિક લાઇબ્રેરીની શરૂઆત કરી હતી. આ લાઇબ્રેરી માત્ર એક વાંચન સ્થળ નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક આધુનિક સુવિધાયુક્ત કેન્દ્ર છે. આ લાઈબ્રેરી સુવિધાથી સજ્જ અને સાઉન્ડપ્રુફ છે, જે વિદ્યાર્થીઓને શાંત અને એકાગ્રતાભર્યું વાતાવરણ પૂરું પાડે છે. અહીં તમામ પ્રકાશનોના અને દરેક વિષયના પુસ્તકો ઉપલબ્ધ છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ લાઇબ્રેરી તમામ જ્ઞાતિની બહેનો માટે તદ્દન ફ્રી (મફત) છે.











































