ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીએ તેમના નામે નકલી ફેસબુક આઈડીનો ઉપયોગ થવા અંગે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે આ નકલી પ્રોફાઇલ તેમની છબી ખરાબ કરવાનું કાવતરું છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે એફઆઇઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે. મનોજ તિવારીએ આરોપ લગાવ્યો છે કે એક અજાણ્યો વ્યકિત ષડયંત્રના ભાગ રૂપે તેમના નામે નકલી ફેસબુક આઈડી ચલાવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેમના વાસ્તવિક ફેસબુક આઈડીમાં બ્લુ વેરિફિકેશન ટિક છે, જેનાથી વાસ્તવિક અને નકલી એકાઉન્ટ વચ્ચે તફાવત કરવો સરળ બને છે.
મનોજ તિવારીએ ઠ પર લખ્યું, “એક અજાણ્યો વ્યકિત મારા નકલી નામનો ઉપયોગ કરીને કાવતરાના ભાગ રૂપે ફેસબુક આઈડી ચલાવી રહ્યો છે. મારા વાસ્તવિક આઈડીમાં બ્લુ ટિક છે. મેં ૨૨ જાન્યુઆરીએ નવી દિલ્હી જિલ્લામાં આની જાણ કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે, નકલી આઈડી પાછળની વ્યકિતની હજુ સુધી ઓળખ થઈ નથી. આ વ્યકિતને ઝડપથી પકડીને કડક સજા કરવી જાઈએ.” તેમણે દિલ્હી પોલીસ અને પોલીસ કમિશનરને અપીલ કરી કે આ મામલો ઝડપથી ઉકેલવામાં આવે અને ગુનેગારને કડક સજા થાય. દિલ્હી પોલીસે અજાણ્યા વ્યકિત ઓ સામે એફઆઈઆર દાખલ કરી છે અને કેસની તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા, મનોજ તિવારીના ભૂતપૂર્વ ઘરના નોકર મુંબઈમાં તેમના અંધેરી (પશ્ચિમ) ફ્લેટમાંથી કુલ ૫.૪૦ લાખની ચોરી કરી હતી. આરોપી સુરેન્દ્ર કુમાર દીનાનાથ શર્મા હતો, જેને બે વર્ષ પહેલાં ડુપ્લિકેટ ચાવીઓનો ઉપયોગ કરવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તિવારીના મેનેજર, પ્રમોદ જાગેન્દ્ર પાંડેએ અંબોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. સીસીટીવી ફૂટેજ બાદમાં આરોપીને ૧૦૦,૦૦૦ સાથે પકડવામાં મદદ કરી, અને તેણે અગાઉની ચોરીઓની કબૂલાત કરી.







































