પુરુષ ઘણી વાર રાતે પત્નીને ‘પ્રેમ’ કરીને જલદી ઘસઘસાટ સૂઇ જાય છે, ને નસકોરાં બોલાવે છે. પણ પત્ની તો વાતો કરતાં ધરાતી નથી… પુરુષ પ્રેમી હંમેશાં કહે કે, ”હું તને આવતીકાલે જરૂર ફોન કરીશ.’’ પણ ”આવતીકાલ’’ આવતી નથી. સ્ત્રી રાહ જોતી રહી જાય છે. વિજ્ઞાની હજી એ વાત જાણતા નથી કે પુરુષોને કઈ વાત આકર્ષે છે. પુરુષને વિષયવાસનાનું આકર્ષણ છે? ના. એ વાત ખોટી છે. પુરુષો સૌંદર્યથી આકર્ષાય છે. જુવાન લોકો સુંદર યુવતીની દોસ્તી ઈચ્છે છે અને બ્યુટીફુલ સ્ત્રીને પરણવા ઈચ્છે છે. ગુજરાતી પુરુષોને બહુ લાંબા વાળવાળી સ્ત્રી ગમે છે, પણ લાંબા વાળવાળી સ્ત્રી પરણી જાય અને તેને પ્રેમ કરે પછી વાળને બોબ્ડકટ કરાવે તો પુરુષને કોઈ વાંધો નથી.
મનોવિજ્ઞાનની એક વાત સ્ત્રી યાદ રાખે, જે પુરુષને ભરાવદાર ‘બદનવાળી’ સ્ત્રી ગમે, તે પુરુષ બહુ સંકુચિત અને સ્વાર્થી હોઈ શકે છે. વિજ્ઞાનની દૃષ્ટિએ આકર્ષક સ્ત્રી કેવી હોવી જોઈએ ? તો અમેરિકન ડો.આર્થર ફેનરનું કહેવું છે કે ‘આકર્ષકતા એ વાતને કહે છે, જેમાં સ્ત્રી સામા પુરુષના મનની કલ્પના અને તેની ફેન્ટસીને એટલે કે ભાવના, મનોરથસૃષ્ટિ, તરંગ, લહર કે સનકને ઉશ્કેરે. પુરુષમાં એક વિચિત્ર સ્વભાવ છે, પોતાની પત્નીને જાઈને બીજા ઈર્ષ્યા કરે તે વાત તેને ગમે છે. એક ૪૫ વર્ષીય પ્રોફેસરને પૂછ્યું કે, ”તમે કેવી પત્ની પસંદ કરશો? તો તેમણે કહ્યું કે’’ હું ખરેખર દેખીતી રીતે મેચ્યોર અને બુદ્ધિશાળી સ્ત્રીને જ પસંદ કરું, પણ જાતીય સંબંધ માટે સ્ત્રી યુવાન અને સેક્સી પણ હોવી જોઈએ. જોકે એક વાત નિખાલસતાથી કહું તો, મને જો સુંદર-ગુણિયલ પત્ની મળે તે બાબતની બીજા પુરુષો અદેખાઈ કરે તે મને ગમે ખરી.
સુંદર સ્ત્રીએ કદી પણ એમ ના માની લેવું કે, પોતે સુંદર છે તેથી તેણે પુરુષ પર પૂર્ણ કબજો કરી લીધો છે. પુરુષ સ્ત્રીમાં જરુર સુંદરતા ઈચ્છે છે, પણ તે ક્ષણિક હોય છે. સ્ત્રીને હાંસલ કર્યા પછી પુરુષને સ્ત્રીમાં સૌંદર્ય સિવાય પણ ઘણું બધું જોઈએ છે. એક અમેરિકન એજન્સીના સર્વે મુજબ, ૧૦માંથી ૮ પુરુષોએ કહ્યું કે, પત્ની એક સુંદર માતા બનવી જોઈએ. જો તે સારી
ગૃહિ‌ણી ન હોય તો કંઈ કામનું નથી.’’ સ્ત્રીએ પણ એ વાત સમજી લેવી કે, પુરુષને રૂપાળી ગૃહિ‌ણી જોઇએ છે. તેને પર્સનાલિટીવાળી સ્ત્રી પણ જોઈએ છે. એમાં ય કુંવારી યુવતીએ નીચેની વાતો ખાસ જાણવા જેવી અને ધ્યાનમાં રાખવા જેવી છે.
(૧) એક અમેરિકી સાયકિયાટ્રિક વિભાગના વડા ડો. વોલ્ટર ઓર્ગે કહ્યું કે, ”પુરુષમાં અસાલમતીની લાગણી તેની માતાના ગર્ભમાંથી જ શરુ થઇ હોય છે, કારણ કે બાયોલોજી પ્રમાણે માતાના ગર્ભાશયમાં જે ગર્ભ બીજ હોય છે તે મૂળભૂત રીતે સ્ત્રી બનવાનું છે, એ ગર્ભ બીજે પુરુષ બનવા મોટો સંગ્રામ ખેલવો પડે છે.
(૨) જો તમે કોલેજમાં કોઇના પ્રેમમાં પડો તો, ક્યારે ય તમારા બોયફ્રેન્ડને પ્રેમપત્ર ન લખો. એક અમેરિકી નાટ્યકાર તેની પરિણીત ફ્રેન્ડને લાંબા લાંબા પ્રેમપત્ર લખતો તેવા પ્રેમપત્ર કદી ન લખવા. નહીંતર મુશ્કેલીમાં મુકાઇ જશો. તેણે પ્રેમીને કહ્યું.’’ તું તારી વાતો કર મને તારી વાતો સાંભળવી ગમે છે…’’ બસ જો યુવતીને પ્રેમ વિશે કંઈ લખવાનું મન થાય તો તેણે પોતાની ડાયરી લખવી અને તેમાં તેણે કોડવર્ડથી લખવું પણ પ્રેમપત્ર ન લખવા. પ્રેમી જો પ્રેમપત્રની જીદ કરે તો તેને તમારી ડાયરી બતાવીને તરત પાછી લઈ લેવી. યુવક સાથે પરિચય થયા પછી પરિચય ગાઢ બને તે પહેલાં તેની સાથે કદી ફિલ્મ જોવા ન જવું. હંમેશાં ફિલ્મ જોવાનું ટાળવું અને બની શકે તો તે મળવા બોલાવે ત્યારે સવારના સમયે જ મળવું. જો તમે હિ‌મ્મતવાળા હોવ અને તમારામાં આત્મવિશ્વાસ હોય તો ગમે ત્યારે મળવા જઇ શકો છો.
(૩) કોઈ યુવક સાથે ફ્રેન્ડશિપ થયા પછી મૈત્રી પાકી થાય પછી પણ શરીરસંબંધ માટે તો સખત પ્રતિકાર જ કરવો. તમે જો પુરુષ હોવ તો પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે જો તમારી પ્રેમિકા શરીરસંબંધ બાંધવા જીદ કરે તો પણ તમારી નૈતિકતા ના ગુમાવશો. કોઈ પણ પરસ્ત્રી કે યુવતી સાથે લગ્નનું નક્કી થયા પછી પણ તેને તમારી ભાવિ પત્ની તરીકે જુઓ તો પણ શરીરસંબંધથી દૂર રહેજો. જો તમે લગ્ન પહેલાં શરીરસંબંધ બાંધવા તૈયાર પણ થશો તો યુવકને તમારા પ્રત્યેનું માન ઘટી જશે.
આ તમામે તમામ ૧૧ લક્ષણો, જે મુખ્ય છે એ જ અત્રે મેં જણાવ્યા છે. જો કે, બીજા પણ કેટલાંક લક્ષણો પુરૂષમાં હોય છે, જે તમારા પ્રતિ વ્યક્ત થતી લાગણી દર્શક જ હોય છે, જો કે, ઉપરોકત કોઇપણ લક્ષણમાં સ્વાર્થ પ્રગટ થતો નથી. નર્યુ નિઃસ્વાર્થપણું અને પારાવાર પ્રેમ જ પ્રગટાવવાની ક્રિયામાં વ્યસ્ત રહેતો પુરૂષ એક સ્ત્રીના પ્યારને ઝંખે છે.. ઇચ્છે છે.. ને, તેને તેમાં જ પોતાનું સુખ અને દુનિયા દેખાય છે. જો… આ લક્ષણો ધરાવતો પુરૂષ તમારી પાસે હોય તો સો ટકા માની જ લેજો કે તે તમારા પ્રેમમાં… સોરી અનહદ પ્રેમમાં છે…! Wish You all the Best…!
sanjogpurti@gmail.com