કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં સામે આવ્યો છે. ભરતસિંહના પત્ની રેશ્મા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામ-સામે આવ્યા છે. આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં બંને સામ-સામે આવ્યા છે. રિધ્ધિ રાજપૂત અને રેશ્મા પટેલ વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયાની ચર્ચા! તથા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

આઈસ્ક્રીમ પાર્લર બહાર રેશ્મા પટેલે રિદ્ધિ રાજપૂતને ધમકાવી હોવાની ચર્ચા છે. જેમાં રેશ્મા પટેલ રિદ્ધિ રાજપૂતને ધમકાવતી હોવાના ઝ્રઝ્ર્‌ફ સામે આવ્યા છે. રેશ્માના મોબાઈલમાં વીડિયો રેકો‹ડગ કે વીડિયો કોલ ચાલુ હોય તેવુ જોવા મળ્યું છે. ઘટના અંગેની પોલીસે હજુ સુધી કોઈ સત્તાવર માહિતી આપી નથી.

અગાઉ પણ રેશ્માએ ભરતસિંહ અને રિદ્ધિને માર મારી આક્રોશ ઠાલવ્યો હતો. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયા હતા. ફરીથી જાહેરમાં રેશ્મા અને રિદ્ધિની બોલાચાલી ચર્ચામાં આવી છે. મોડી રાત્રે ભરતસિંહને સ્ત્રી મિત્રને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી. જેમાં રિદ્ધિ રાજપુતે રેશ્મા પટેલ વિરુદ્ધ અરજી આપી હોવાનું જાણવા મળ્યુ છે. ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ હાલ કોર્ટ હેઠળ છે.