અમરેલીની કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને રોજગારી માટે સજ્જ કરવાના હેતુથી ‘એમ્પલોયેબીલીટી સ્કીલ્સ’ની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પ્રાયોજિત અને દ્ભઝ્રય્ દ્વારા સંચાલિત ફિનિશિંગ સ્કૂલ અંતર્ગત આ તાલીમ B.Com. અને B.B.A. સેમ. ૫ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી હતી.આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયા અને ફિનિશિંગ સ્કૂલના કો-ઓર્ડીનેટર ડા. એ.બી. ગોરવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે ડા. મિલીબેન જેઠવાણી ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ પોતાના પ્રાસંગિક ઉદ્‌બોધનમાં આ તાલીમના મહત્વ પર ભાર મૂક્યો હતો.