અમરેલી તાલુકાની કેરિયાનાગસ સરકારી પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ સૌરાષ્ટ્ર પ્રદેશ ઝોન કક્ષાની ‘બાલ પ્રતિભા શોધ સ્પર્ધા’માં ઝળહળતી સિદ્ધિ મેળવી છે. શાળાની પ્રિના વઘાસિયા (ચિત્રકલા) અને ઈરા સોરઠિયા (વક્તૃત્વ) સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બની છે અને હવે મોરબી મુકામે યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. આ સિદ્ધિની જાણ થતાં મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય ફાળવી બંને દીકરીઓને રૂબરૂ મળીને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા અને પ્રોત્સાહન પૂરું પાડી તેમનું મનોબળ વધાર્યું હતું. મંત્રીના આ ઉમદા અને પ્રોત્સાહક અભિગમથી માત્ર દીકરીઓ જ નહીં, પરંતુ સમગ્ર શાળા પરિવાર અને જીસ્ઝ્ર (શાળા વ્યવસ્થાપન સમિતિ) ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. શાળા પરિવારે મંત્રીના લોકસંપર્ક અને શિક્ષણ પ્રત્યેના લગાવ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.