કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા નાણાંકીય સમાવેશનનું ૩ મહિનાનું સંતૃપ્તિ અભિયાન તારીખ ૧ જુલાઈ ૨૫ થી તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૫ સુધી આયોજન કરાયું છે જે અંતર્ગત તાજેતરમાં શનિવાર તારીખ ૧૯-૭-૨૫નાં સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે અત્રેની પ્રાથમિક શાળા કમ્પાઉન્ડ ખાતે એસ.બી.આઈ. મોટા ઝીંઝુડા દ્વારા એક શિબિરનું આયોજન કરાયું હતું જેમાં ઁસ્ત્નત્નરૂ તથા ઁસ્જીમ્રૂ અને છઁરૂ તથા જનધન ખાતાઓ અને નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા દ્ભરૂઝ્ર બાબતે તથા સરકારની વિવિધ યોજનાઓ બાબતે ગ્રામજનોને માહિતી આપી વાકેફ કરાયા હતા.