કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી,જેમાં ૩૬ યોજનાઓને એક કરી, જેનો ખર્ચ વાર્ષિક ૨૪,૦૦૦ રૂપિયા થશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે. સરકારે એનએલસીઆઇએલને નવીનીકરણીય ઉર્જામાં રોકાણ કરવા માટે ૭,૦૦૦ કરોડ રૂપિયા પણ મંજૂર કર્યા છે. આ ઉપરાંત, મંત્રીમંડળે એનટીપીસીને નવીનીકરણીય ઉર્જામાં રોકાણ કરવા માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયા પણ મંજૂર કર્યા છે.મંત્રીમંડળે બુધવારે છ વર્ષના સમયગાળા માટે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી. આ અંતર્ગત, દર વર્ષે ૨૪,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે અને તે ૧૦૦ જિલ્લાઓને આવરી લેશે. કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલ કાર્યક્રમ ૩૬ હાલની યોજનાઓને એકીકૃત કરશે અને પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવામાં મદદ કરશે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી શેર કરતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ ધન-ધન્ય કૃષિ યોજના લણણી પછીના સંગ્રહમાં વધારો કરશે, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરશે અને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે. આ કાર્યક્રમથી ૧.૭ કરોડ ખેડૂતોને લાભ થવાની અપેક્ષા છે.

સરકારે બુધવારે એનએલસી ઈન્ડીયાને તેના સંપૂર્ણ માલિકીના યુનિટ એનઆઇઆરએલમાં ૭,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ એનએલસી ઈન્ડીયા લિમિટેડને નવરત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ પર લાગુ હાલના રોકાણ માર્ગદર્શિકામાંથી વિશેષ મુક્તિ આપી છે.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ વ્યૂહાત્મક નિર્ણય એનએલસીઆઇએલને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એનએલસી ઈન્ડીયા રિન્યુએબલ્સ લિમિટેડમાં રૂ. ૭,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં મદદ કરશે. આ હેઠળ,એનઆઇઆરએલ વિવિધ પ્રોજેક્ટ્‌સમાં સીધા અથવા સંયુક્ત સાહસ બનાવીને રોકાણ કરી શકશે. આ માટે પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં.”એનટીપીસીને નવીનીકરણીય ઉર્જામાં રૂ. ૨૦૦૦૦ કરોડનું રોકાણ કરવાની મંજૂરી કેન્દ્ર સરકારે બુધવારે જાહેર ક્ષેત્રની એનટીપીસીને ૨૦૩૨ સુધીમાં ૬૦ જીડબ્લ્યુ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે નવીનીકરણીય ઉર્જા ક્ષમતા વિસ્તરણ પર રૂ. ૨૦,૦૦૦ કરોડ સુધીનું રોકાણ કરવાની મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપી.એનટીપીસી માટે અગાઉ મંજૂર મર્યાદા રૂ. ૭,૫૦૦ કરોડ હતી.

સરકારે કહ્યું છે કે એનટીપીસી અને એનજીઇએલને આપવામાં આવેલી પરવાનગી દેશમાં નવીનીકરણીય પ્રોજેક્ટ્‌સના ઝડપી વિકાસમાં મદદ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં અને દેશભરમાં ચોવીસ કલાક વિશ્વસનીય વીજળી પૂરી પાડવામાં રોકાણ સુનિશ્ચિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.બુધવારે, કેન્દ્રીય મંત્રીમંડળે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની અવકાશ યાત્રા અંગેનો પ્રસ્તાવ પણ પસાર કર્યો છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે કેન્દ્રીય મંત્રીમંડળે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાંથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના પરત ફરવા પર એક ઠરાવ પસાર કર્યો છે. આ સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વ અને આનંદનો પ્રસંગ છે. આજે મંત્રીમંડળ, સમગ્ર રાષ્ટ્ર સાથે, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને પૃથ્વી પર સફળ વાપસી બદલ અભિનંદન આપે છે.’કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘તેઓએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ૧૮ દિવસનું ઐતિહાસિક મિશન પૂર્ણ કર્યું છે. આ ભારતના અવકાશ કાર્યક્રમમાં એક નવો અધ્યાય છે. તે આપણા અવકાશ કાર્યક્રમના ભવિષ્યની સુવર્ણ ઝલક આપે છે. મંત્રીમંડળ આ ઐતિહાસિક સિદ્ધિ માટે ઇસરો  વૈજ્ઞાનિકો અને ઇજનેરોની સમગ્ર ટીમને અભિનંદન આપે છે.’અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું મિશન ફક્ત એક વ્યક્તિ સફળતા નથી, તે ભારતની યુવા પેઢી માટે પ્રેરણાનું ઉદાહરણ છે. આનાથી આપણા બાળકો અને યુવાનોમાં જિજ્ઞાસા વધશે અને વૈજ્ઞાનિક વિચારસરણીનો વિકાસ થશે. તેનાથી પ્રભાવિત થઈને, મોટી સંખ્યામાં યુવાનો વિજ્ઞાન અને નવીનતાને પોતાની કારકિર્દી બનાવશે. કેબિનેટ દ્રઢપણે માને છે કે આ મિશન વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા આપશે. ભારતને વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન ૨૦૪૭ સુધીમાં દેશને નવી તાકાત આપશે.’અગાઉ, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ૧૮ દિવસના રોકાણ પછી, શુભાંશુ શુક્લા મંગળવારે ખુશી અને સ્મિત સાથે પૃથ્વી પર પાછા ફર્યા હતા, પરંતુ તેમના દેશમાં પાછા ફરવાને હજુ લગભગ એક મહિનો બાકી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, મિશન પછીની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, શુભાંશુ આવતા મહિને ૧૭ ઓગસ્ટસુધીમાં ભારત આવી શકશે. શુભાંશુની આ સિદ્ધિ સાથે, ભારતના માનવસહિત અવકાશ ઉડાન ગગનયાન મિશનની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.