રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના વડાએ ભારત અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે, વર્તમાન માહિતીના આધારે, કેનેડામાં એવી કોઈ પ્રવૃત્તિઓ નથી જેનો ભારત સાથે સંબંધ હોય આકસીએમપી કમિશનર માઇક ડુહેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેમની એજન્સી ભારતીય એજન્ટો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચિંતિત છે. તેમણે જવાબ આપ્યો, “આંતરરાષ્ટ્રીય દમન સંબંધિત અમારી પાસે જે ફાઇલો છે, તેમાં અમારી પાસે રહેલી ગુનાહિત માહિતી અને ચાલુ તપાસના આધારે, અમને હાલમાં કોઈપણ વિદેશી એન્ટીટી સાથે કોઈ જાડાણ દેખાતું નથી.
ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલા ઇન્ટરવ્યુના અંશો અનુસાર, હોસ્ટે વારંવાર આ બાબતે પ્રશ્નો પૂછ્યા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતીય એજન્ટો જાહેર સલામતી માટે ખતરો ઉભો કરે છે, ત્યારે દુહેમે કહ્યું, “હું કહી રહ્યો છું કે વિદેશી હસ્તક્ષેપ અથવા આંતરરાષ્ટ્રીય દમન સંબંધિત અમારી પાસે જે બધી ફાઇલો છે તે જાતાં, અમારી પાસે જે માહિતી છે તેના આધારે, કેટલાક વ્યક્તિઓ અન્ય લોકોને ડરાવી રહ્યા છે અને હેરાન કરી રહ્યા છે, પરંતુ અમારી પાસે આ ઘટનાઓને કોઈપણ વિદેશી એન્ટીટી સાથે જાડતા પુરાવા નથી, પછી ભલે તે કોઈ પણ દેશ હોય.”
દુહેમે સ્પષ્ટતા કરી કે ૨૦૨૪ માં તેમના અગાઉના નિવેદનો ચાલુ ફોજદારી તપાસ પર આધારિત હતા. દુહેમે કહ્યું, “તે સમયે, તે ચોક્કસ ફાઇલમાં…હા, મેં કહ્યું હતું કે સરકાર (ભારત) ના એજન્ટો અથવા પ્રોક્સીઓ સામેલ હતા. પરંતુ આંતરરાષ્ટ્રીય દમનના કિસ્સાઓમાં, ક્યારેય ચોક્કસ વિદેશી એન્ટીટી સાથે સીધી કડી સ્થાપિત કરવી ખૂબ મુશ્કેલ હોય છે.”
ભારત અને કેનેડા વચ્ચેના કેટલાક રાજદ્વારી તણાવ પછી ડુહેમનું આ નિવેદન આવ્યું છે. આ વિવાદ સપ્ટેમ્બર ૨૦૨૩ માં શરૂ થયો હતો, જ્યારે તત્કાલીન કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ‰ડોએ આરોપ લગાવ્યો હતો કે કેનેડિયન શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. ભારત સરકારે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા, તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. ૨૦૨૪ માં, કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે પણ આરોપ લગાવ્યો હતો કે કેનેડામાં પોસ્ટ કરાયેલા કેટલાક ભારતીય રાજદ્વારીઓ હત્યા સહિત ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોઈ શકે છે. જવાબમાં, કેનેડાએ હાઇ કમિશનર સહિત છ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. ભારતે પણ આવી જ કાર્યવાહી કરી અને છ કેનેડિયન રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા. આ ઘટનાએ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં નોંધપાત્ર તણાવ પેદા કર્યો.
માર્ક કાર્ને હાલમાં કેનેડાના વડા પ્રધાન છે. પદ સંભાળ્યા પછી, તેમણે ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો સુધારવા પર ભાર મુક્યો હતો. જા કે, તેમને કેનેડામાં સક્રિય ખાલિસ્તાની તત્વો તરફથી સતત ટીકાનો સામનો કરવો પડે છે. આ હોવા છતાં, વડા પ્રધાન કાર્ને અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે જૂનથી ત્રણ વખત મળ્યા છે. ગયા વર્ષે, બંને દેશોએ સંબંધો સુધારવા માટે નક્કર પગલાં લીધાં અને એકબીજાના દેશોમાં નવા હાઇ કમિશનરોની નિમણૂક કરી. જાકે, તણાવ સંપૂર્ણપણે ઓછો થયો નથી. તાજેતરમાં, કેનેડાની ગુપ્તચર એજન્સી સીએસઆઇએસે તેના અહેવાલમાં ભારતને “વિદેશી હસ્તક્ષેપ અને જાસૂસી” ના મુખ્ય સ્ત્રોતતરીકે સૂચિબદ્ધ કર્યું છે.