શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર કુમાર સંગાકારા રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે. રાહુલ દ્રવિડે આ વર્ષે ઓગસ્ટમાં કોચ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે એક વર્ષની અંદર જ છોડી દીધું. હવે, સમાચાર આવી રહ્યા છે કે સંગાકારાને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ દ્રવિડના રાજીનામા પછી, રાજસ્થાન રોયલ્સ મુખ્ય કોચની શોધમાં છે. ફ્રેન્ચાઇઝી આ જવાબદારી કુમાર સંગાકારાને સોંપી શકે છે. શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી ૨૦૨૧ થી રાજસ્થાન રોયલ્સ માટે ક્રિકેટ ડિરેક્ટર છે. નોંધનીય છે કે સંગાકારાએ ૨૦૨૪ સુધી કોચિંગ પદ સંભાળ્યું હતું. જાકે, દ્રવિડને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાજસ્થાનના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સંગાકારાના કાર્યકાળ દરમિયાન, સંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળની ટીમ ચારમાંથી બે સીઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી. ૨૦૨૨ માં, રાજસ્થાન રોયલ્સ ૨૦૦૮ પછી પહેલી વાર ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હતી. ૨૦૨૩ માં, ટીમ પાંચમા સ્થાને રહી, જ્યારે ૨૦૨૪ માં, તેઓ ક્વોલિફાયર ૨ માં પહોંચ્યા.
આઇપીએલ ૨૦૨૫ માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન નબળું હતું અને તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યા. દ્રવિડ મુખ્ય કોચ તરીકે ટીમમાં જાડાયા પછી રાજસ્થાન પર ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી હતી, પરંતુ ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. છેલ્લી આઇપીએલ સીઝનમાં, રાજસ્થાન ૧૪ મેચમાંથી આઠ પોઈન્ટ, ચાર જીત અને ૧૦ હાર સાથે નવમા સ્થાને રહ્યું હતું. રાજસ્થાને ફક્ત એક જ વાર આઇપીએલ ટાઇટલ જીત્યું છે. ૨૦૦૮ માં પ્રથમ આવૃત્તિમાં, દિગ્ગજ લેગ-સ્પિનર શેન વોર્નના નેતૃત્વ હેઠળની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ચેÂમ્પયન બન્યું હતું, અને ત્યારથી તેમનો ટાઇટલ દુષ્કાળ ચાલુ છે.
રાજસ્થાન રોયલ્સે એક નિવેદન જારી કરીને કહ્યું, “રાજસ્થાન રોયલ્સ જાહેરાત કરે છે કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આઇપીએલ ૨૦૨૬ પહેલા તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. દ્રવિડ ઘણા વર્ષોથી રોયલ્સની સફરનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. તેમના નેતૃત્વએ ઘણા ખેલાડીઓ પર અસર છોડી છે. ફ્રેન્ચાઇઝ માળખાકીય સમીક્ષાના ભાગ રૂપે ફ્રેન્ચાઇઝમાં રાહુલને મોટા પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેને સ્વીકારવાનો નિર્ણય લીધો નથી. રાજસ્થાન રોયલ્સ, તેના ખેલાડીઓ અને વિશ્વભરના લાખો ચાહકો રાહુલને ફ્રેન્ચાઇઝ પ્રત્યેની તેમની નોંધપાત્ર સેવા બદલ આભાર માને છે.