કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો. આ તકે દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડીયા દ્વારા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૩૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ તેમજ ન્યુટ્રિશ્યન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.