સનાળી પ્રાથમિક શાળામાં મંગળવારે, આચાર્ય મુંજપરા ધીરજલાલ અને શિક્ષિકા બાવીશી કાંતાબેનનો વયમર્યાદાને કારણે નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના અન્ય નિવૃત્ત થતા શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. નવા આચાર્ય રાજુભાઈ વઘાસિયાના પ્રાસંગિક ઉદ્‌બોધન બાદ, શાળા પરિવારે નિવૃત્ત થનાર શિક્ષકોને શ્રીફળ, શાલ, શિલ્ડ, સન્માનપત્ર, કપડાં અને ટ્રોલી બેગ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. ગામના સરપંચ ગીરીશભાઈ મોવલીયા અને ભૂતપૂર્વ શિક્ષક ચંદુભાઈ પાનસુરીયા દ્વારા ધીરજલાલને સોનાની વીંટી આપી સન્માનિત કરાયા હતા. તાલુકા પંચાયતના સભ્ય ભદ્રેશભાઈ ગજેરાએ પણ બંને શિક્ષકોને શીલ્ડ અને શાલ અર્પણ કર્યા હતા.