કિંજલ રબારીના આંતરજ્ઞાતિય લગ્નને લઈ વિવાદ સર્જાયો છે. જે વિવાદ વચ્ચે બનાસકાંઠામાં ગઈકાલે બેઠક મળી હતી. ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. દિકરા-દિકરી પોતાના સમાજમાં પરત ફરે એવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા ૩ દિવસથી રબારી સમાજના લોકોમાં રોષ છે. સમાજના આગેવાનોએ દીકરીના પરિવાર સાથે સંપર્ક કર્યો છે. જો કોઈ નિવેડો નહી આવે તો સમાજની બેઠકમાં કિંજલ વિરૂદ્ધ શું કરવું એ બાબતે નિર્ણય કરવામાં આવશે.

આ બાબતે રબારી સમાજના આગેવાન બળદેવભાઈ દેસાઈએ જણાવ્યું હતું. કિંજલ અમેરિકા રહીને જો આવું કર્યું હોત તો કોઈ જ વાંધો ન હતો. એક સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ આવું કરે તો આખા સમાજમાં ખોટી અસર પડે છે.

ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા પછી રોજ ચર્ચામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર નવા વીડિયોમાં કિંજલે ધમકીઓ મળવાનો આરોપ લગાવ્યા છે સાથે જ કહ્યું કે જ્યાં સુધી સમાજ માટે કંઈક કરું તો બધાને સારી લાગું છુ અને પોતાના માટે કંઈક કરું તો બધા માટે ખોટી થઈ જાવ છું.એમાં પણ સમાજના લોકોએ એવું કહ્યું કે અમે સમાજની દીકરીઓને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક બધુ યુઝ કરવાનું બંધ કરાવી દેશું તો આ નિયમ ફક્ત દિકરીઓ માટે કેમ છે.

કિંજલ રબારીએ જણાવ્યું કે તેમણે પોતાની ઈચ્છાથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે અને હાલમાં તેઓ તેમના સાથે ખુશીથી રહે છે. જોકે આ લગ્નને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે અને ધમકીઓ પણ આપી રહ્યા છે. કિંજલે વીડિયોમાં કહ્યું કે જો તેમને અથવા તેમના પતિને કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી તેમના પરિવાર પર રહેશે. તેમણે લોકોને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે અને પોલીસ પ્રોટેક્શનની માંગ પણ કરી છે.

મે જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું. છતા પણ અમુક લોકોએ સોશિયલ મીડિયા પર વિરોધ કરવાનું ચાલું કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે કે મારી નાંખીશું, ઉપાડી જઈશું.. મને એ નથી સમજાતું જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું એમના માટે કંઈક કરી રહી છું ત્યાં સુધી હું બધાને સારી લાગું છું. જ્યારે મે મારી લાઈફ માટે એક ડિસીઝન લીધું છે એમા હું ખોટી થઈ જાવ છું ખરાબ થઈ જાવ છું.. એમાં પણ સમાજના લોકોએ એવું કહ્યું કે અમે સમાજની દીકરીઓને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક બધુ યુઝ કરવાનું બંધ કરાવી દેશું તો આ નિયમ ફક્ત દિકરીઓ માટે કેમ છે. દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની સ્ત્રીને લઈને આવે ત્યારે બધુ સ્વીકાર્ય છે પણ એ જ કામ દીકરી કરે તો આપણે એનો વિરોધ કરીયે છીએ.

કિંજલ રબારીએ એવો પણ દાવો કર્યો છે કે તેમના પતિ પર હુમલો થયો હતો. આ કારણે તેમને અને તેમના પતિને જીવનું જોખમ હોવાની આશંકા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે કાનૂની સલાહ લીધી છે અને પોલીસ પાસે સુરક્ષા માટે અરજી પણ કરી છે.

કિંજલ રબારીએ જણાવ્યું કે, જો તેમને કે તેમના પતિને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેની જવાબદારી તેમના પરિવાર પર રહેશે. સાથે સાથે તેમણે લોકોને અપીલ કરી કે તેમના લગ્નને લઈને કોઈપણ પ્રકારની ખોટી વાતો અથવા અફવાઓ ફેલાવવી નહીં.