ધનુષની આગામી ફિલ્મ ડી ૫૫ (કામચલાઉ શીર્ષક) ના નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અભિનેત્રી શ્રીલીલા તેમની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે જાડાશે. ઇન્સ્ટાગ્રામ પર શ્રીલીલા અને ધનુષની બાકીની ટીમ સાથેના ફોટા શેર કરતા તેમણે લખ્યું, “તમને આની અપેક્ષા નહોતી.” સુંદર અભિનેત્રી શ્રીલીલા ડી ૫૫ માં આપનું સ્વાગત છે. શ્રીલીલા તાજેતરમાં શિવકાર્તિકેયનની ફિલ્મ પરાશક્તિમાં જાવા મળી હતી.ડી ૫૫ નું નિર્માણ ધનુષની વંડરબાર ફિલ્મ્સ અને આર્ટેક સ્ટુડિયો સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ મૂળ રીતે અંબુચેઝિયન અને સુષ્મિતા અંબુચેઝિયનના ગોપુરમ ફિલ્મ્સ બેનર હેઠળ બનવાની હતી, પરંતુ પછીથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો.
શ્રીલીલાએ ગયા વર્ષે ત્રણ તેલુગુ ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. તેણે નીતિનની રોબિન હૂડ, કિરીટી રેડ્ડીની જુનિયર અને રવિ તેજાની માસ જથારામાં પ્રભાવશાળી અભિનય કર્યો હતો. તેની નવીનતમ ફિલ્મ, પરાશક્તિમાં, તેણે શિવકાર્તિકેયનના પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. તેણે રવિ મોહન અને અથર્વ સાથે આ સમયગાળાની એક્શન ડ્રામામાં કામ કર્યું હતું, જે ૧૯૬૦ ના દાયકાના હિન્દી વિરોધી ચળવળ પર આધારિત છે.
તે કાર્તિક આર્યનની વિરુદ્ધ જાવા મળશે. શ્રીલીલા પણ બોલીવુડમાં પોતાના ડેબ્યૂ માટે તૈયાર છે. કાર્તિક અને શ્રીલીલાની ફિલ્મ “તુ મેરી ઝિંદગી હૈ” આ વર્ષે રિલીઝ થવાની છે. રિલીઝ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં ટ્રેલર રિલીઝ થવાની અપેક્ષા છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ બાસુ કરી રહ્યા છે અને તેમાં દમદાર ગીતો હશે. આ ફિલ્મ દર્શકોને રોમેન્ટીક મ્યુઝિકલ ડ્રામા તરીકે રજૂ કરવામાં આવશે.












































