અમરેલીનાં ધારાસભ્ય અને કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા અમરેલી કોર્ટની મુલાકાતે દરમ્યાન તેમનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ન્યાયાધીશો, વકીલો અને કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહેલ. આ તકે કાયદા મંત્રીએ જણાવેલ કે, ‘આપે અમરેલીનાં દીકરાને ગુજરાત રાજ્યના કાયદામંત્રીનાં પદ સુધી પહોંચાડ્‌યો છે, ત્યારે કાયદા વિભાગ પાસેથી આપ જે કંઈ પણ ઈચ્છો એ આપને માંગવાનો અધિકાર છે અને આપની જે કંઈ પણ રજૂઆતો હશે એને પ્રાથમિકતા આપવામાં આવશે. અમરેલી ન્યાય મંદિરમાં જે કંઈ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝની જરૂરિયાત હોય તેનું લિસ્ટ બનાવીને બે દિવસમાં મારી પાસે મોક્લો, જેથી તેને હાલમાં જ આવનારા બજેટમાં સમાવેશ કરી શકાય. કારણ કે,અમરેલી ન્યાય મંદિર એ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક મોડેલ (આદર્શ) ન્યાય મંદિર બને એવી મારી પણ લાગણી છે.’ તેમણે હળવા ટોનમાં એવું પણ જણાવેલ કે, જો જો માંગો, માંગોને તો મોળું (ઓછું) નહીં માંગતા”.