ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. જીવ ગુમાવનારાઓમાં ચાર પીએસઆઈટી (પ્રણવીર સિંઘ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી)ના વિદ્યાર્થીઓ છે અને એક ડ્રાઈવર છે. દિલ્હી-લખનૌ હાઈવે પર સવારે લગભગ ૮.૩૦ વાગ્યે આ દુઃખદ અકસ્માત થયો હતો. ઘટનાનું કારણ ભૌંટી બાયપાસ પરથી ઝડપભેર આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે અથડામણ હોવાનું કહેવાય છે.
આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં બે વિદ્યાર્થીનીઓ, બે પુરૂષ વિદ્યાર્થીઓ અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે. કારમાં સવાર પાંચેય લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. કારમાં તમામના મૃતદેહ ફસાઈ ગયા, ત્યારબાદ દરવાજા અને છત કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળ જઈ રહેલા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી.
ઘટનાની માહિતી મળતા જ સચેંદી પોલીસ સ્ટેશન, ડીસીપી પશ્ચિમ સહિત ઘણા પોલીસ સ્ટેશનના દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત બાદ લગભગ ૧૫ કિલોમીટર સુધી જામ થઈ ગયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મૃતકોમાં બી.ટેકના પ્રથમ વર્ષની કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીની આયુષી પટેલ અને ત્રીજા વર્ષની વિદ્યાર્થીની ગરિમા ત્રિપાઠી, ચોથા વર્ષના વિદ્યાર્થી પ્રતીક સિંહ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થી સતીશનો સમાવેશ થાય છે. તેમની સાથે મૃત્યુ પામનારાઓમાં કાર ચાલકનો પણ સમાવેશ થાય છે, જેની ઓળખ વિજય સાહુ તરીકે થઈ છે, જે સાનિગવાનના રહેવાસી છે.
જે કારને અકસ્માત થયો તે દિલ્હી-લખનૌ હાઈવે પર જઈ રહી હતી. બેકાબૂ ટ્રકે કારને પાછળથી જોરથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પ્રથમ અથડામણમાં કારના પાછળના ભાગને નુકસાન થયું હતું અને બીજી અથડામણમાં આગળના ભાગના ટુકડા થઈ ગયા હતા. જે ટ્રક સાથે કાર પાછળથી અથડાઈ હતી. તે ક્ષતિગ્રસ્ત થઈને હાઈવે પર ઉભો હતો.