ડોળાસા નજીકના કાજરડી-૨ શાળાના ૧૯ બાળકોને જ્ઞાનસાધનામાં ઉત્તિર્ણ થઈ ગુજરાત સરકારની સ્કોલરશિપ મેળવવા યોગ્યતા મેળવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા ધોરણ-૮માં અભ્યાસ કરતા બાળકો માટે લેવામાં આવી હતી. જેમાં મકવાણા કિંજલ ૯૫ માર્ક સાથે શાળામાં પ્રથમ રહી હતી. ઉલ્લેખનીય છે કે આ શાળામાં શિક્ષકો અને આચાર્ય જ્ઞાન સાધના પરીક્ષાની સ્પેશિયલ તૈયારી કરવામાં આવે છે. એસએમસી કાજરડી પ્રાથમિક શાળા-૨ અને શાળા પરિવારે બળકોને અભિનંદન પાઠવ્યા હતા. પાસ થનાર વિદ્યાર્થીને ધોરણ નવથી બાર દરમ્યાન ૯૪,૦૦૦ (ચોરાણું હજાર) સરકાર દ્વારા સ્કોલરશિપ અપાશે.