અરણેજની કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં સોમવારે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેરા યુવા ભારત કેન્દ્ર જૂનાગઢ(ગીર સોમનાથ) દ્વારા વિદ્યાલયમાં રાષ્ટ્રિય યુવા દિવસની ઝલક અને સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ઉપરાંત બાળાઓ દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. બાળાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાઈ હતી. આ તકે પીએલવી પ્રકાશ જે. મકવાણા, વોર્ડન કમ હેડ ટીચર રંજનબેન પરમાર, સહાયક વોર્ડન કંચનબેન વાળા હાજર રહ્યા હતા.