ગાંધીનગરના કલોલમાં એસિડ એટેકનો મામલો સામે આવ્યો છે. એક મહિલા હોમગાર્ડે રિક્ષા રોકી હતી તેની અદાવત રાખી અડધા કલાક પછી, એક રિક્ષા ચાલકે તેમના પર એસિડથી હુમલો કર્યો. રિક્ષા ચાલકે એસિડની બોટલ લાવીને મહિલાઓ પર એસિડ ફેંકયું. આ હુમલામાં, મહિલા હોમગાર્ડ શરીર પર એસિડ પડતાં દાઝી ગઈ. હુમલા બાદ રિક્ષા ચાલક ભાગી ગયો.
આજે સવારે, કલોલમાં છત્રાલ ઓવરબ્રિજ નીચે હોમગાર્ડ જવાનો ટ્રાફિક ડ્યુટી પર હતા. તે જ સમયે, એક રિક્ષા સામે ઉભી હતી, અને જ્યારે હોમગાર્ડ ભાવનાબેને રિક્ષા ચાલકને રિક્ષા ખસેડવા કહ્યું, ત્યારે તે ગુસ્સે થઈ ગયો. આ પછી, અન્ય હોમગાર્ડ જવાનો ત્યાં પહોંચ્યા અને રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યારે હોમગાર્ડ મહિલાઓ ફરીથી પોતાનું કામ કરી રહી હતી, ત્યારે રિક્ષા ચાલક હાથમાં એસિડની બોટલ લઈને આવ્યો હતો.
રિક્ષા ચાલકે ફરજ પરની હોમગાર્ડ મહિલાઓ પર એસિડ ફેંકયું. બોટલમાં ભરેલું એસિડ બહાર નીકળવા લાગ્યું ત્યારે ફરજ પરની મહિલાઓ પોતાને બચાવવા દોડી. આ હુમલામાં પાંચ મહિલા હોમગાર્ડ ઘાયલ થઈ હતી. ભાવનાબેન નામની મહિલાના ચહેરા પર એસિડ પડતાં તે દાઝી ગઈ હતી. દાઝી ગયેલી મહિલાને સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જણાવીએ કે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી રિક્ષા ચાલક અશોક રાવતની ધરપકડ કરી. કલોલ પોલીસ હુમલા પાછળનો હેતુ અને અન્ય કોઈ કારણ હતું કે કેમ તે જાણવા માટે વધુ તપાસ કરી રહી છે.