અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે પરીક્ષા એ જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, અંતિમ લક્ષ્ય નથી. તેમણે વિદ્યાર્થીઓને વર્ષભરની મહેનત પર ભરોસો રાખી, કોઈપણ પ્રકારના માનસિક તણાવ કે ડર વગર, સંપૂર્ણ એકાગ્રતા અને સકારાત્મકતા સાથે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપવા માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે તો જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઈ મહેતાએ પણ વિદ્યાર્થીઓને શાંતિથી, ડર વગર બોર્ડની પરીક્ષા આપે તેવી તેવી શુભેચ્છા પાઠવી હતી.