કચ્છમાં દર વર્ષે અનેક તહેવારો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે
ગુજરાતનો ખૂણેખૂણો વિકાસ કરી રહ્યો છે. કચ્છમાં કરાયેલા ઝાકમઝોળ કારણે વિદેશના પ્રવાસીઓ પણ ખેંચાઈને આવ્યા છે. ત્યારે હવે પ્રવાસીઓ સરળતાથી કચ્છના રણ સુધી પહોંચે તેવું આયોજન કેન્દ્ર સરકારે કર્યું છે. કચ્છમાં નેશનલ હાઈવે-૭૫૪ કેના નવીનીકરણની જાહેરાત કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીને ગુજરાતના કચ્છ માટે મોટી જાહેરાત કરી છે. કચ્છમાં નેશનલ હાઈવે-૭૫૪કે ના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬૫૦.૪૨ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. લખપત-ગડુલી-હાજીપીર-ખાવડાથી ધોળાવીરા સુધીનો ૧૬૫.૫૮ કિમી લાંબો રોડ હવે ‘પેવ્ડ શોલ્ડર’ સાથે ૨-લેન બનશે. આ વિસ્તારોને હાઈવેની કનેકટીવિટી મળશે. આ નવા કોરિડોરથી કચ્છના સરહદી વિસ્તારોની કનેકટીવિટી સુધરશે અને પ્રવાસન સ્થળોએ પહોંચવું વધુ સરળ બનશે, હાઈવેના અપગ્રેડેશનથી કચ્છના મીઠા અને ખનિજ ઉદ્યોગોના પરિવહનને મોટો વેગ મળશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં મદદરૂપ થશે,હાલના રોડ પર થતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુકિત  મળશે,વાહન ચાલકો માટે સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત થશે.,રોડ પહોળો થવાથી વાહનોના સંચાલન ખર્ચમાં ઘટાડો અને ઈંધણની બચત સાથે પરિવહન વધુ કાર્યક્ષમ બનશે,રણોત્સવ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આવતા પ્રવાસીઓ માટે આ હાઈવે ‘લાઈફલાઈન’ સમાન સાબિત થશે
એક્સ પર આ અંગે જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં નેશનલ હાઈવે ૭૫૪કેના ૧૬૫.૫૮ કિલોમીટર લંબાઈવાળા લખપત-ગડુલી-જારા-હાજીપીર-ખાવડા-ધોળાવીરા વિસ્તારોને પેવ્ડ શેલ્ડર કન્ફીગરેશનની સાથે ૨ લેન બનાવવા માટે ૬૫૦.૪૨ કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી છે. આ પરિયોજનાથી કચ્છ ક્ષેત્રની ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે કનેકટીવિટી સુધરશે. કચ્છમાં દર વર્ષે અનેક તહેવારો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. જેની પહોંચ આ કોરિડોર પર નિર્ભર કરે છે. આ રાજમાર્ગ કચ્છમાં પ્રમુખ ખનીજ અને મીઠાના ઉદ્યોગના માલના આવનજાવનને વધુ સુગમ બનાવશે. જેનાથી ક્ષેત્રીય આર્થિક વિકાસમાં યોગદાન મળશે. કચ્છમાં હાલ રસ્તાઓ પર ભીડભાડ અને અકસ્માતોનું પ્રમાણ વધુ છે. તેથી પેવ્ડ શોલ્ડરની સાથે ૨-લેન અપગ્રેડ કરવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટશે. રોડ સુરક્ષાઓમાં સુધારો આવશે. વાહન સંચાલનમાં મેઈન્ટેન્સ ઘટશે. જેનાથી પેટ્રોલ ડીઝલની બચત થશે.