કચ્છઃ કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે ૯:૪૭ વાગે આંચકો અનુભવાયો હતો. ૪ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જ્યારે કેન્દ્ર બિંદુ ખાવડાથી ૨૦ કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છમાં ભૂકંપના કંપન હવે નિત્યક્રમ બની ગયો છે. વર્ષ ૨૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ કચ્છમાં નાના નાના ભૂકંપ સામાન્ય થઈ ગયા છે. મહિનામાં ૨થી ૪ની તિવ્રતાના અનેક આંચકાઓ આવે છે. પણ વારંવાર ભૂકંપના આંચકા આવવાનું કારણ શું છે? વર્ષ ૨૦૧૫માં મિનિસ્ટ્રી ઓફ સાયન્સે કચ્છની પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચનાઓ આપી હતી. અલગ અલગ ૮ જેટલા પ્રોજેક્ટથી એ સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કઈ ફોલ્ટલાઈનથી ક્યારે ભૂકંપ આવશે. સાથે જ
આભાર – નિહારીકા રવિયા ભૂકંની તિવ્રતા અને નુકસાનીના અનુમાનને લઈને પણ અભ્યાસ થઈ રહ્યો છે.
કચ્છના વાગડ વિસ્તારમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છ મેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે, જેથી આ બે લાઈન મળવાથી રાપર, ભચાઉ પાસે અવાર-નવાર ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી વાગડ વિસ્તારમાં જે ફોલ્ટલાઈન છે તે વધુ સક્રિય થઈ અને તેના પર જ આંચકાઓ નોંધાઈ રહ્યા છે. ફોલ્ટલાઈન બંધ ન કરી શકાય, કારણ કે આ કુદરતી ઘટના છે. ત્યારે નુકસાનીથી બચવા અને તકેદરી રાખવા કામગીરી કરાઈ રહી છે. જેમાં બાંધકામ અને જીવનશૈલી પર ભાર અપાઈ રહ્યો છે. ભૂકંપની પેટર્ન વર્ષોથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહી છે.